બુધવાર, 14 ઑગસ્ટ, 2019

*दो ऐसी सत्य कथाऐं जिनको पढ़ने के बाद शायद आप भी अपनी  ज़िंदगी जीने का अंदाज़ बदलना चाहें:-*

*पहली*

दक्षिण अफ्रीका के राष्ट्रपति बनने के बाद ऐक बार नेल्सन मांडेला अपने सुरक्षा कर्मियों के साथ एक रेस्तरां में खाना खाने गए। सबने अपनी अपनी पसंद का खाना  आर्डर किया और खाना आने का इंतजार करने लगे।
उसी समय मांडेला की सीट के सामने वाली सीट पर एक व्यक्ति अपने खाने का इंतजार कर रहा था। मांडेला ने अपने सुरक्षा कर्मी से कहा कि उसे भी अपनी टेबल पर बुला लो। ऐसा ही हुआ। खाना आने के बाद सभी खाने लगे, *वो आदमी भी अपना खाना खाने लगा, पर उसके हाथ खाते हुए कांप रहे थे।*
खाना खत्म कर वो आदमी सिर झुका कर रेस्तरां से बाहर निकल गया। उस आदमी के जाने के बाद मंडेला के सुरक्षा अधिकारी ने मंडेला से कहा कि वो व्यक्ति शायद बहुत बीमार था, खाते वख़्त उसके हाथ लगातार कांप रहे थे और वह ख़ुद भी कांप रहा था।
मांडेला ने कहा नहीं ऐसा नहीं है। *वह उस जेल का जेलर था, जिसमें मुझे कैद रखा गया था। जब कभी मुझे यातनाएं दी जाती थीं  और मै कराहते हुए पानी मांगता था तो ये मेरे ऊपर पेशाब करता था।*

मांडेला ने कहा *मै अब राष्ट्रपति बन गया हूं, उसने समझा कि मै भी उसके साथ शायद वैसा ही व्यवहार करूंगा। पर मेरा चरित्र ऐसा नहीं है। मुझे लगता है बदले की भावना से काम करना विनाश की ओर ले जाता है। वहीं धैर्य और सहिष्णुता की मानसिकता हमें विकास की ओर ले जाती है।*

*दूसरी*

मुंबई से बैंगलुरू जा रही ट्रेन में सफ़र के दौरान टीसी ने सीट के नीचे छिपी लगभग तेरह/चौदह साल की ऐक लड़की से कहा

टीसी "टिकट कहाँ है?"
काँपती हुई लडकी "नहीं है साहब।"
टी सी "तो गाड़ी से उतरो।"

*इसका टिकट मैं दे रही हूँ।............पीछे से ऐक सह यात्री ऊषा भट्टाचार्य की आवाज आई जो पेशे से प्रोफेसर थी ।*

ऊषा जी - "तुम्हें कहाँ जाना है ?"
लड़की - "पता नहीं मैम!"
ऊषा जी - "तब मेरे साथ चलो, बैंगलोर तक!"
ऊषा जी - "तुम्हारा नाम क्या है?"
लड़की - "चित्रा"

बैंगलुरू पहुँच कर ऊषाजी ने चित्रा को अपनी जान पहचान की ऐक स्वंयसेवी संस्था को सौंप दिया और ऐक अच्छे स्कूल में भी एडमीशन करवा दिया। जल्द ही ऊषा जी का ट्रांसफर दिल्ली हो गया जिसके कारण चित्रा से संपर्क टूट गया, कभी-कभार केवल फोन पर बात हो जाया करती थी।

करीब बीस साल बाद ऊषाजी को एक लेक्चर के लिए सेन फ्रांसिस्को (अमरीका) बुलाया गया । लेक्चर के बाद जब वह होटल का बिल देने रिसेप्सन पर गईं तो पता चला पीछे खड़े एक खूबसूरत दंपत्ति ने बिल चुका  दिया था।

ऊषाजी "तुमने मेरा बिल क्यों भरा?"
*मैम, यह मुम्बई से बैंगलुरू तक के रेल टिकट के सामने कुछ भी नहीं है ।*
ऊषाजी "अरे चित्रा!" ...

चित्रा और कोई नहीं बल्कि  *इंफोसिस फाउंडेशन की चेयरमैन सुधा मुर्ति थीं जो  इंफोसिस के संस्थापक श्री नारायण मूर्ति की पत्नी हैं।*
यह लघु कथा उन्ही की लिखी पुस्तक "द डे आई स्टाॅप्ड ड्रिंकिंग मिल्क" से ली गई है।

*कभी कभी आपके द्वारा  की गई किसी की सहायता, किसी का जीवन बदल सकती है।*
यदि जीवन में कुछ कमाना है तो पुण्य अर्जित कीजिये, क्योंकि यही वो मार्ग है जो स्वर्ग तक जाता है.... 🌹🌹

શનિવાર, 10 ઑગસ્ટ, 2019

જે લોકો રાત્રે અથવા વહેલી સવારે બાથરૂમ જવા ઉઠે છે તેમના માટે ૩- ૫ મિનીટ ખાસ મહત્વની છે. દરેક વ્યક્તિએ આ ૩-૫ મિનીટની નોંધ લેવી જરૂરી છે. આ સાડા ત્રણ મિનીટ..મહદઅંશે અચાનક મોતની શક્યતા ઘટાડી દે છે…

આપણને સાંભળીને ઘણીવાર આંચકો લાગી જાય છે, કે સારો, તંદુરસ્ત લાગતો માનવી રાત્રે ગુજરી જાય છે.

આપણે સાંભળીએ છીએ કે :

અરે ! કાલે રાત્રે તો હું તેની સાથે ફરવા ગયો હતો કે રાત્રે તો હું તેની સાથે વાત કરતો હતો અને સવારે ઉઠતાવેત આ સમાચાર?

તો આવું આકસ્મિક મોત કેમ થાય છે?
સાજા સમા માણસને જ કેમ ભરખી ગયું?

હવે સાવ સહેલી ભાષામાં સમજીએ તો એવું થાય કે :

તમે રાત્રે બાથરૂમ જવા માટે એકદમ ઉતાવળમાં જ મોટાભાગે ઉભા થઇ જાઓ છો. હવે રાત્રે આપણે આરામ કરતા હોઈએ…અને એકદમ જ ઉભા થઇ જઈએ ત્યારે આપણા મગજને મળતું લોહી ઓછુ થઇ જાય છે.

અહી સાડા ત્રણ મિનીટનું મહત્વ છે. મધ્ય રાત્રીએ જયારે બાથરૂમમાં જવાની ઉતાવળમાં ત્વરિત ઉભા થઇ જાઓ છો..ત્યારે કેટલાક શારીરિક ફેરફાર થાય છે..

દા.ત. તમારા હૃદયની ECG પેટર્ન બદલાય છે, મગજને લોહી ઓછુ મળે છે ..

અને તેથી ‘હાર્ટફેઈલ’ થવાની શક્યતા બહુ જ રહે છે…

અહીં.. ડોક્ટર જણાવે છે કે :

આ સાડા ત્રણ મિનીટનો ઉપયોગ કરો. ડોક્ટરના જણાવ્યા મુજબ આ સાડા ત્રણ એટલે…

૧. પહેલી દોઢ મિનીટ – ઉંધમાંથી ઉઠતી વખતે પથારીમાં એકથી દોઢ મિનીટ આરામથી પડી રહો.

2. પછીને અડધી મિનીટ – પથારીમાં ઓછામાં ઓછા અડધી મિનીટ બેસો.

૩. છેલ્લી એક મિનીટ – પલંગની કિનારે બેસી તમારા પગને લગભગ અડધાથી એકાદ મિનીટ નીચે ઝૂકેલા રાખો.

સાવ નજીવી લાગતી માત્ર આ ત્રણ વાત યાદ રાખો તો :

આ સાડા ત્રણ મિનીટ તમારા મગજને અચાનક જ મળતો બંધ થયેલો લોહીનો પુરવઠો કે હાર્ટફેઈલ નહી થવા દે…અને તેથી કરીને અચાનક મોતમાંથી ઉગરી જવાશે..

આ સાવ જ સરળ લાગતી વાત આપણા મિત્રો સબંધીઓ વિગેરેને જણાવવી ખાસ જરૂરી છે ..

કારણકે આવું અચાનક મોત કોઈપણ ઉંમરની વ્યક્તિ (ભલે તે નાની હોય કે મોટી), કોઈને પણ થઇ શકે છે….

આ સરળ લાગતી માહિતી.. કોઈનું જીવન બચાવી શકશે..!?

વાંચીને નવાઇ લાગશે કે વહેલી સવારે થતા પ્રાકૃતિક મૃત્યુઓમાં ઉપર બતાવેલી વાત બીજા નંબરનું સૌથી મોટું કારણ છે. માટે આવી સીમ્પલ વાત પણ કેટલુ મહત્વ ધરાવે છે એનો ખ્યાલ આવશે.

તમારા ફેમીલીમાં બધાને આ બાબતે ધ્યાન દોરો..  બીજા જોડે અચૂક શેર કરો અને તમારી જવાબદારી નિભાવો.

રવિવાર, 4 ઑગસ્ટ, 2019

જમ્મુકશ્મીરમાં એક સપ્તાહથી ચાલી રહેલી તેજ ગતિવિધિઓની પરાકાષ્ઠારુપે એક ખૂબ જ મોટું ઐતિહાસિક કદમ મોદી સરકારે ભરી લીધું છે. રાજ્યસભામાં ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370ની એક જ ખંડને રાખી બાકીના અનુચ્છેદ હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો છે.દેશના સંવિધાનના ઇતિહાસમાં આ ખૂબ જ મોટી અસર પાડનાર નીવડી રહે તે પ્રકારનો આ મોટો નિર્ણય મોદી સરકારે લઇ લીધો છે.


આ ઘોષણા સાથે જ રાજ્યસભામાં ભારે હંગામો મચી ગયો હતો.


તેની સાથે જ અમિત શાહે જમ્મુ-કશ્મીરના પુનર્ગઠનનો સંકલ્પ પણ રજૂ કર્યો છે. અમિત શાહના એલાન બાદ વિપક્ષે ગૃહમાં ઘણો હોબાળો કર્યો. જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્ર શાસિત્ર પ્રદેશ બની ગયો છે. સાથોસાથ લદાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરી દેવામાં આવ્યું છે.


જમ્મુકશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું છે સાથે જ લદ્દાખને પણ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.


આ સાથે જ રાષ્ટ્રપતિએ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.ધારા 370ના એક જ અનુચ્છેદને છોડીને બાકીના તમામઅનુચ્છેદ કાઢી નાંખવામાં આવ્યાં છે. આ સામે આવી રહેલી પ્રાથમિક જાણકારી છે. બિલના પ્રસ્તાવોનું આકલન બાદવધુ ચિત્ર સ્પષ્ટ થશે.


શુક્રવાર, 2 ઑગસ્ટ, 2019

અયોધ્યા વિવાદ મામલામાં રચાયેલી મધ્યસ્થતા કમિટીએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સીલબંધ કવરમાં પોતાનો આખરી રીપોર્ટ રજૂ કર્યો છે. આ મામલામાં સુપ્રીમ કોર્ટ આજે 2 ઓગસ્ટે સુનાવણી કરી હતી. સુપ્રીમે જણાવ્યું કે વિવાદ ઉકેલવામાં મધ્યસ્થ કમિટી નિષ્ફળ ગઈ છે. હવે 6 ઓગસ્ટથી ખુલ્લી કોર્ટમાં સુનાવણી યોજાશે. સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ જજોની બેન્ચની મધ્યસ્થતા કમિટી પાસેથી આ રીપોર્ટ માંગ્યો હતો.આ પહેલાં 18 જુલાઈએ કમિટીએ કોર્ટને સ્ટેટ્સ રીપોર્ટ સોંપ્યો હતો. ત્યારે સીજેઆઈએ કહ્યું હતું કે હમણા મધ્યસ્થતાં કમિટીનો રીપોર્ટ રેકોર્ડ પર લેવામાં આવશે નહી, કારણ કે તે ગોપનીય છે. પેનલ ઝડપથી આખરી રીપોર્ટ સોંપી દે. જો કોઈ હકારાત્મક પરિણામ નહી મળે તો અમે બે ઓગસ્ટથી દરરોજ સુનાવણી કરવા પર વિચાર કરીશું.


 


અયોધ્યા મામલાની સુનાવણી સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતા અને જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ. એ. નજીરના સભ્યપદવાળી સંવૈધાનિક બેંચ કરી રહી છે.


 


સુપ્રીમ કોર્ટે આ વર્ષે 8 માર્ચના રોજ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ એફ. એમ. કલીફૂલ્લાની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની કમિટીની રચના કરી હતી. આ મામલામાં સર્વસામાન્ય સમાધાન નિકળી શકે. મધ્યસ્થતાં કમિટીમાં આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પાંચૂ પણ સામેલ હતા.મધ્યસ્થતાં પેનલના સંબધિત પક્ષોએ બંધ રૂમમાં વાતચીત કરી હતી. પરંતુ હિન્દુ પક્ષકાર ગોપાલસિંહ વિશારદે પછીથી સુપ્રીમ કોર્ટમાં મધ્યસ્થતા પ્રક્રિયાને રોકી અને આ મામલામાં રોજ સુનાવણી કરવાની મદદ માગી હતી. કારણ કે મધ્યસ્થતાની દિશામાં કોઈ ખાસ પ્રગતિ થઈ રહી ન હતી.


અલહાબાદ હાઈકોર્ટે 30 સપ્ટેમ્બર, 2010ના ચૂકાદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 14 અપીલ દાખલ કરાઈ છે. હાઈકોર્ટે વિવાદિત 2.77 એકર જમીનને સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલ્લા વિરાજમાનની વચ્ચે સરખા ભાગેવિભાજિત કરવાનો આદેશ કર્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટે મે 2011માં હાઈકોર્ટના આ ચૂકાદા પર પ્રતિબંધ લગાવવાની સાથે અયોધ્યામાં વિવાદિત સ્થળ પર યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ કર્યો હતો.