શુક્રવાર, 26 જુલાઈ, 2019

પાકિસ્તાનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાન રેબીજ-રોધી અને વિષ રોધી દવાઓનું ઉત્પાદન દેશમાં માગ અનુસાર કરવામાં સક્ષમ નથી. આ કારણે પાકિસ્તાન આ દવાઓની આયાત માટે ભારત પર નિર્ભર છે. ભારત સાથેના વેપારધંધા હોય કે આવી દવાઓ અને શાકભાજી જેવી જરુરી ચીજવસ્તુઓ, પાકિસ્તાનને ભારત પર નિર્ભર રહેવું પડે છે.એક રિપોર્ટમાં આ કહેવામાં આવ્યું છે. પાકિસ્તાનના એક સમાચાર પત્રના એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાને છેલ્લા 6 મહિનામાં ભારતથી 2.56 અબજ રુપિયાની દવાઓની આયાત કરી છે.


રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનની નિર્માણ સંસ્થાનો દેશમાં દવાઓની ખપત અનુસાર ઉત્પાદન નથી કરતી. પ્રાપ્ત વિગતો અનુસાર ધ નેશન અનુસાર પાકિસ્તાનમાં પર્યાપ્ત માત્રામાં દવાઓ ન બની શકવાના કારણે છેલ્લા 16 મહીનામાં ભારતથી 3.6 કરોડ ડોલર એટલે કે 250 કરોડ રુપિયાથી વધારે દવાઓ આયાત કરી છે.

પાકિસ્તાનના સાંસદ રહમાન મલિકે ભારતથી ખરીદાઈ રહેલી દવાઓની માત્રા અને આ દવાઓના મૂલ્ય મામલે સવાલ કરવામાં આવ્યો. ત્યારબાદ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા મંત્રાલયે સંસદની સ્થાયી સમિતિને આ મામલે જાણકારી આપી.


 


મંત્રાલયે કહ્યું કે રેબીજરોધી અને વિષરોધી બંન્ને પ્રકારની દવાઓ દેશમાં બનાવવામાં આવે છે. પરંતુ આનાથી માગની આપૂર્તિ નહોતી થઈ રહી. આ કારણે ભારતથી આને આયાત કરવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે રેબીજ એક ઝેરીલો વાયરસ છે, જે બિલાડી, શ્વાન અને બંદર કરડવાથી માણસ પર થાય છે. આ ખૂન અથવા લાળ દ્વારા શરીરમાં પ્રવેશે છે.


અમેરિકા સાથેનું ટ્રેડ વૉર ચીનને હવે વધારે મોંઘુ પડી રહ્યું છે. કંપનીઓ ચીનમાંથી પોતાની ફેકટરીઓ શિફ્ટ કરી રહી છે. બ્લૂમબર્ગના એક રીપોર્ટ અનુસાર દુનિયાની સૌથી મોટી રમકડાની કંપનીઓમાંની એક હૈસબ્રો ઈન્ક ચીનમાંથી પોતાનો નવો પ્લાન્ટ વિયતનામ અને ભારતમાં નાંખવા માટે વિચાર કરી રહી છે.


દુનિયાની સૌથી મોટી રમકડાનું ઉત્પાદન કરતી કંપનીની પાસે ફ્રોઝન અને અવેન્જર્સ જેવા ફ્રેન્ચાઈઝ છે. કંપનીએ કહ્યું છે કે ચીનમાં અમેરિકી વસ્તુઓના ઉત્પાદનમાં 2020ના અંત સુધીમાં 50 ટકાનો ઘટાડો નોંધાશે.


અત્રે નોંધનીય છે કે અમેરિકા અને ચીનની વચ્ચે ટ્રેડવૉર સતત વધતું જઈ રહ્યું છે. ચીનની સુસ્ત અર્થવ્યવસ્થા પર તેની વિપરીત અસર પડી રહી છે. ચીનમાં મેન્યુફેકચરિંગમાં જોડાયેલી કંપનીઓ હવે બીજા વિકલ્પો શોધી રહી છે.હૈસબ્રો આ કંપનીઓમાં સૌથી મોટું નામ છે. ઈન્ટેલ કોર્પ પણ તેમાં સામેલ છે.


અમેરિકા અને ભારતના મજબૂત સંબધોની પેરવી કરનારા યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમે આ વર્ષેએપ્રિલમાં કહ્યું હતું કે અમેરિકાની 200થી વધુ કંપનીઓ પોતાનું મેન્યુફેકચરિંગ સેન્ટર ચૂંટણી પછી ચીનમાંથી ભારતમાં લાવવા માગે છે. ફોરમે એમ પણ કહ્યું હતું કે ચીનની જગ્યાએ અન્ય કોઈ વિકલ્પ શોધાઈ રહ્યો છે.જો કે મોટાભાગની કંપનીઓનું માનવું છે કે ભારતમાં વધુ સારી તક રહેલી છે.


બુધવાર, 24 જુલાઈ, 2019

બ્રિટનના નવા વડાપ્રધાન બોરિસ જોનસનનો ભારત સાથે ખાસ સંબંધ છે. ગત વર્ષે જ તેમનાથી અલગ થનારી પત્ની મૈરિના વ્હીલર પત્રકાર સર ચાર્લ્સ વ્હીલર અને દીપ સિંહની દિકરી છે. વ્હીલર બીબીસીના ભારતના સંવાદદાતા તરીકે કામ કરતા હતાં અને 1961માં દિલ્હીમાં જ એક શીખ મહિલા દીપ સાથે લગ્ન કર્યા હતા. દીપ સિંહે મૈરિનાના પિતા સાથે લગ્ન કર્યાં પહેલાં જાણીતા લેખક ખુશવંતસિંહના ભાઈ દસજીતસિંહ સાથે લગ્ન કર્યાં હતાં.


તાજેતરમાં જ ભારતીય પ્રવાસીઓના એક કાર્યક્રમને સંબોધિત કરતા બોરિસે પોતાને ભારતના જમાઈ ગણાવ્યાં હતાં. તેમણે પોતાનો ભારત સાથે ખાસ સંબંધ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.


બોરિસે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત દરમિયાન પણ તેમણે એ વાત પર જોર આપ્યું હતું કે ભારત અને બ્રિટનને સાથે મળીને ઘણા મોરચા પર કામ કરવાની જરુરિયાત છે. તેમણે ભારત સાથે પોતાના સંબંધોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે બંન્ને દેશોને પરસ્પર વ્યાપાર વધારવાની જરુર છે.થેરેસા મેના રાજીનામા બાદ બોરિસ જોનસન કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા વડાપ્રધાન પદ માટે પસંદ કરાયા હતા. તેમણે જેરેમી હંટને મ્હાત આપી હતી. બોરિસ જોનસનને 92153 વોટ મળ્યા હતા, જ્યારે જેરેમી હંટને 46,656 વોટ મળ્યા હતા.


બોરિસે વડાપ્રધાન પસંદ થયા બાદ કહ્યું કે હું તમામ લોકોનો આભાર માનું છું. કેમ્પેનનો સમય સમાપ્ત થયો છે અને હવે દેશ અને પાર્ટીની એકતા માટે કામ કરવાનો સમય આવી ગયો છે. આપણે બ્રેક્ઝિટ ડિલિવર કરીશું. આપને જણાવી દઈએ કે બ્રેક્ઝિટને લઈને સમજૂતી નહીં થવા પર થેરેસા મેને રાજીનામું આપવું પડ્યું હતું.


જગતમાં સ્માર્ટ ફોન શોધાયા એને પગલે સમયાંતરે એમાં અવારનવાર અપડેટ્સ પણ આવતા રહ્યા. અર્થાત તમારો ફોન એન્ડ્રોઈડ હોય કે આઈઓએસ, એનાં નવાં નવાં વર્ઝન આવતાં રહેતાં હોય છે. અનેક વેળા વપરાશકાર બૂમાબૂમ કરતા હોય છે કે નવા અપડેટેડ વર્ઝનમાં ઘણા પ્રોબ્લેમ છે. મૂળ તેલુગુ અર્જુન રેડ્ડીની હિંદી રિમેક ‘કબીર સિંહ’ જૂના ને જાણીતા, પ્રેમમાં નાસીપાસ થઈને સેલ્ફ-ડિસ્ટ્રક્શન મોડ પર જતા રહેલા ‘દેવદાસ’નું અપડેટેડ વર્ઝન છે, જેમાં અનેક પ્રોબ્લેમ છે. હીરો ડૉક્ટર છે, જેને પોતાને અર્જન્ટલી ઈલાજની જરૂર છે. હીરોઈન, પણ, ક્વૉલિફાઈડ ડૉક્ટર છે, જે હરહમેશ પોતાનું અપમાન કરાવવા તૈયાર છે, હીરો ડૉક્ટરની કામવાળીથી કાચનો ગ્લાસ તૂટી જતાં ડૉક્ટર ગુસ્સામાં રાતોચોળ થઈને એને મારવા દોડે છે. આ સીનને કૉમેડી તરીકે રાખવામાં આવ્યો છે, જે રમૂજી કરતાં વિકૃત વધુ લાગે છે.




ફિલ્મની વાર્તા આટલી જ છેઃ દિલ્હી મેડિકલ કૉલેજમાં ભણતા ડૉ. કબીર સિંહ એની જુનિયર ડૉ. પ્રીતિના પ્રેમમાં પડે છે. જો કે પ્રેમમાં પડે છે એ તો અન્ડરસ્ટેટમેન્ટ થયું. પહેલા દિવસથી પ્રીતિ સાથે કબીરનું વર્તન એ જાણે એની બાપીકી મિલકત હોય એવું છે. તેલુગુ-હિંદી ફિલ્મના દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાએ કબીરનું પ્રીતિ પ્રત્યે ઑબ્સેશન બતાવવાના ચીતરી ચડે એવા અમુક સીન્સ દાખવ્યા છે. આવા સીન્સ વખતે બૅકગ્રાઉન્ડમાં સોંગ વાગે છે એના શબ્દો જુઓઃ “તુઝીપે હી તો મેરા હક હૈ”.. ખેર. કબીરનો બીજો પણ એક પ્રોબ્લેમ છેઃ એ જરાજેટલી વાતમાં વાતમાં ગુસ્સે થઈ જાય છે- કોઈની પણ ઉપરઃ બેસ્ટ ફ્રેન્ડ્સ, ગર્લફ્રેન્ડ, ભાઈ-બાપુજી, સાથી દાક્તર- કોઈની ઉપર (એ શું કામ આવો છે એનું કોઈ જસ્ટિફિકેશન સર્જક આપતા નથી. ભણવાનું પૂરું કરી બન્ને મુંબઈ પાછાં આવે છે, પણ કબીરના પ્રેમને પ્રીતિના પરિવાર તરફથી મંજૂરી ન મળતાં કબીર શહેરની એક મોટી હૉસ્પિટલમાં આલ્કોહોલિક સર્જન બની જાય છે.


આજથી બાવીસ વર્ષ પહેલાં આપણા મેહુલ કુમારે ‘મૃત્યુદાતા’ નામની ફિલ્મ બનાવેલી, જેમાં અમિતાભ બચ્ચનનું કેરેક્ટર ડૉ. રામ પ્રસાદ ઘાયલ ચિક્કાર ઢીંચીને ઑપરેશન કરે છે. જો કે પછી વાર્તા જુદો જ વળાંક લઈ લે છે. જ્યારે અહીં અન્કન્વેન્શનલ લવ સ્ટોરી અથવા હટકે પ્રેમકહાણી બતાવવાના નામે સ્ત્રી-દ્વેષ સિવાય બીજું કંઈ નથી. સીન આફ્ટર સીન નારીનાં હડહડતાં અપમાન કરવામાં આવે છે. જરા આ જુઓઃ કબીર લવર પ્રીતિને એના ઘરની બહાર એક અડબોથ લગાવે છે ને અલ્ટિમેટમ આપે છેઃ “છ કલાકમાં મારા ઘરે આવી જજે, નહીંતર”… બીજો સીનઃ કબીરનો એક સાઈડકિક જેવો ફ્રેન્ડ છે શિવા. કબીર શરાબ-ડ્રગ્ઝની લત છોડી જીવનમાં સ્થિર થાય એ હેતુસર એ કબીરને ઑફર કરે છેઃ “બોલ, (મેરી બહેન) વિદ્યા સે શાદી કરેગા”? ઓ હેલો, વિદ્યાને તો પૂછ કે એને આવા દારૂડિયા-ગંજેરી સાથે લગ્ન કરવા છે કે નહીં? પછી એ જ કહે છેઃ “શી રિયલી લાઈક્સ યૂ”. શાબ્બાશ. હૉસ્પિટલમાં પણ કબીર જૂનિયર મહિલા ડૉક્ટર, નર્સ પર સતત તાડૂક્યા કરે છેઃ “નો લિપ્સ્ટિક ઈન ઑપરેશન થિયેટર”. ક્યાબ્બાત.


ફિલ્મના એક પણ કેરેક્ટરમાં કોઈ ભલીવાર નથી, કોઈ ઊંડાણ નથી, કથા-પટકથા લખવામાં બુદ્ધિ-તર્કને તડકે મૂકી દેવામાં આવ્યાં છે, એક પણ ગીત થિયેટરની બહાર નીકળ્યા બાદ યાદ રહેતું નથી. શાહીદ કપૂરે એનું કેરેક્ટર પરફેક્ટલી ભજવ્યું હોવા છતાં એની પ્રત્યે અહોભાવ થતો નથી. શરૂઆતના અમુક સીન્સ કિયારા અડવાનીએ આશ્ચર્યજનક ખરાબ ભજવ્યા છે. કબીરના પિતા બનતા સુરેશ ઑબેરોય શરૂઆતના એક સીનમાં કહે છેઃ “કોઈ પણ ચીજના ઊંડાણમાં ગમેતેટલા જાઓ, હાથમાં તો ઝીરો જ આવશે”.


ફિલ્મ જોઈને બહાર નીકળ્યો ત્યારે થયું કે આ સંવાદ દ્વારા લેખક-દિગ્દર્શકે બિગનિંગમાં જ આપણને ચેતવણી આપી દેવામાં આવેલી, જે ખરેખર સાચી નીકળી.


ઉત્તરપ્રદેશની યોગી સરકાર બુધવારના રોજ વિધાનસભામાં ગુમનામી બાબા પર જસ્ટિસ વિષ્ણુ સહાયનો રિપોર્ટ રજૂ કરશે. આ પહેલા તપાસ રિપોર્ટને કેબિનેટની બેઠકમાં રાખવામાં આવ્યો હતો. ફૈઝાબાદમાં લાંબા સમય સુધી સુભાષચંદ્ર બોઝના હમશકલ કહેવાતા ગુમનામી બાબાનું મૃત્યું 1985 માં થયું હતું. લોકો આમને સુભાષચંદ્ર બોઝ માને છે.


પ્રાપ્ત વિગતો અનુસાર વિષ્ણુ સહાયના રિપોર્ટમાં એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે ગુમનામી બાબા કોણ હતા અને શું સાચે જ તેઓ સુભાષ ચંદ્ર બોઝ હતા?  જો કે આ રિપોર્ટમાં ઘણી એવી વિશેષતાએ જણાવવામાં આવી છે, જે અનુસાર ગુમનામી બાબા અને સુભાષચંદ્ર બોઝમાં ઘણી સમાનતાઓ જોવા મળી છે. સુભાષ ચંદ્ર બોઝ પણ ગુમનામી બાબાની જેમ બંગાળી હતા અને અંગ્રેજી, હિંદી અને બંગાળી કડકડાટ બોલતા અને લખતા હતા. ગુમનામી બાબાને પણ રાજનીતિ, યુદ્ધ અને સમસામયિક વિષયો મામલે ઉંડુ જ્ઞાન હતું. તેઓ સંગીત પ્રેમી હતા અને પૂજા-પાઠ અને ધ્યાનમાં પોતાનો સમય પસાર કરતા હતા.


સુત્રો અનુસાર સહાય આયોગે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે ગુમનામી બાબા સુભાષચંદ્ર બોઝ હતા કે નહી તેની પુષ્ટી થઈ શકી નથી, કારણ કે તેમના મૃત્યુના 31 વર્ષ બાદ તેમના મામલે રિસર્ચ શરુ થયું. અખિલેશ યાદવ શાસન દરમિયાન ગુમનામી બાબાની ઓળખને લઈને જસ્ટિસ વિષ્ણુ સહાય આયોગનું ગઠન થયું હતું, જેનો રિપોર્ટ હવે સાર્વજનિક થશે.


આપને જણાવી દઈએ કે સ્વતંત્રતા સેનાની સુભાષચંદ્ર બોઝના જીવનના અંતિમ દિવસો રહસ્યના પડછાયામાં રહ્યા છે. તેમના મૃત્યુને લઈને ઘણા પ્રકારની થીયરી પ્રચલિત છે. આશા છે કે વિષ્ણુ સહાયનો રિપોર્ટ આવ્યા બાદ આ રહસ્ય પરથી પડદો ઉઠી શકે છે.


મંગળવાર, 23 જુલાઈ, 2019

.                      ⚖
     *વર્ગખંડ માં શાળા નાં ટીચરે*

         *બોર્ડ પર લખાણ લખ્યું.*

              ૯ × ૦૧ = ૦૯
              ૯ × ૦૨ = ૧૮
              ૯ × ૦૩ = ૨૭
              ૯ × ૦૪ = ૩૬
              ૯ × ૦૫ = ૪૫
              ૯ × ૦૬ = ૫૪
              ૯ × ૦૭ = ૬૩
              ૯ × ૦૮ = ૭૨
              ૯ × ૦૯ = ૮૧
              ૯ × ૧૦ = *૮૯*

       *આ લખાણ જોયા બાદ*

          *વર્ગ નાં વિદ્યાર્થીઓ*

      *શિક્ષક પર હસવા લાગ્યા*

                  *કારણ કે*

      *છેલ્લી લીટી માં ભુલ હતી.*

           *પછી શિક્ષકે કહ્યુ :*

     *મેં છેલ્લી લીટી કોઈ હેતુસર*

             *ખોટી  લખી છે.*

                  *કારણ કે*

     *હુ તમને કંઇક મહત્વની વાત*

            *સમજાવા ઇચ્છું છું.*

*દુનિયા તમારી સાથે આવોજ વ્યવહાર કરશે.*

   *તમે બોર્ડ પર જોઇ શકો છો કે મેં*

           *નવ વખત સાચું લખ્યું*

*તમારાંમાંથી કોઈ એ મારા વખાણ ન કર્યા*

                  *પરન્તુ મારી*

  *એક ભુલ ને કારણે તમે બધાં હસવા લાગ્યા*,

            *મારી ટીકા પણ થય.*

                     *એટલે*

    *તમને બધાને મારી એકજ સલાહ છે.*

        *દુનિયા ક્યારેય પણ તમારા*

*લાખો સારા કામને બિરદાવસે નહીં*

                     *પરંતું*

       *તમારી એક નાનકડી ભુલ ની*

              *ટીકા જરુર કરશે*

           *આ જીવનનું સત્ય છે*

                   🍁☀🍁

રવિવાર, 21 જુલાઈ, 2019

શિક્ષણની દશા

જંગલમાં વાઘની એક ફેક્ટરી હતી. 🐅

ત્યાં એકજ કિડી (સામાન્ય સેવક તરીકે) કામ કરતી હતી.
એ દરરોજ એકલી એના સમય પ્રમાણે કામ ઉપર આવતી અને સાન્જ સુધી બધુ કામ પતાવી દઇને એના ઘરે જતી..🐜

વાઘનો બિઝનેસ સારો ચાલતો હતો.
વાઘને વિચાર આવ્યો કે, આ એકલી કિડી કોઈના દેખરેખ વગર આટલું બધુ કામ કરી જાય છે, જો કોઈ દેખરેખ કરવાવાળો હોય તો તે હજુ વધારે અને હજુ સારું કામ કરશે.

આ ઈરાદા સાથે વાઘે એના ફેક્ટરીમાં એક મધમાખીની🐝 Production Manager તરીકે નિમણૂક કરી.

મધમાખીને કામનો ખુબ અનુભવ હતો અને તે રિપોર્ટ લખવામાં પણ બહુ હોશિયાર હતી.

એ વાઘને બોલી "સૌથી પહેલા આ કિડીનો આવવાનો અને જવાનો ટાઈમ ફિક્સ કરવો પડશે.
અને આ બધો રેકોર્ડ રાખવા માટે, કામની ઝડપ વધારવા માટે આપણને એક સેક્રેટરીની જરૂર પડશે.

એટલે વાઘે એના સેક્રેટરી તરીકે સસલાની નિમણૂક કરી..🐰

વાઘ મધમાખીનું કામ જોઈને ખુશ થયો. અને વાઘે કહ્યું "અત્યાર સુધી થઈ ગયેલા કામનો રિપોર્ટ બનાવી તેનો ગ્રાફ બનાવી મને Production Progress બતાવો"

એ કામ માટે મધમાખીએ પછી computer, projector અને laser printer ની માંગણી કરી.💻🖨

આ માટે વાઘે ફરી એકવાર computer department ની સ્થાપના કરી. અને તેનો સંભાળ રાખવા એક computer head ની જરૂર પડતાં એણે એક બિલાડીની 🐱 computer head તરીકે નિમણૂક કરી.

સમય જતાં કિડીને વારે ઘડીએ કામ છોડીને નિરર્થક રિપોર્ટ બનાવવા, કારણ વગરની મિટિંગમાં બેસીને સમય વેડફવો, આ બધાનો તેને કંટાળો આવવા લાગ્યો અને તેનો પરિણામ production પર થવા લાગ્યો.

પછી વાઘે એવું વિચાર્યું કે આમાં એક technical માણસની જરૂર નક્કી છે, એટલા માટે કે એ મધમાખીના વિચાર કિડીને બરાબર સમજાવી શકે.
એટલે એણે ફરી એકવાર એક વાનરની 🐒technical instructor તરીકે નિમણૂક કરી.

રોજ સમય પર આવી જઈને કામ કરવાવાળી કિડીને આ બધું પસંદ નહોતુ.

તેને વધારે ગુસ્સો આવ્યો અને તેનો પરીણામ production માં હજુ ઘટાડો થયો.

હવે આપણને વધારે loss થઈ રહ્યો હોઈ ચિંતિત વાઘે તેનુ કારણ શોધવા ઘુવડને મોકલ્યો.🦉

૩ મહિનાના લાંબા સર્વ્હે કર્યા પછી ઘુવડએ વાઘને રિપોર્ટ મોકલ્યો.

"તમારી ફેક્ટરીમા કામગાર વર્ગ વધારે હોવાથી આ loss છે."

"હવે તમે મને કહો, આમાથી કોને કામ પરથી નિકાળી દેવામાં આવશે???"

..........

..........

અર્થાત કિડીનેજ ......🐜

આજે education  ક્ષેત્રમાં આજ પરિસ્થિતિ જોવા મળે છે. 🙈