શુક્રવાર, 6 મે, 2022

 

સૌથી દુર્લભ સમુદ્રી જીવ:દુનિયામાં વેક્વિટા માછલી વિલુપ્ત થવાનાં આરે, આ પ્રજાતિની સંખ્યા ફક્ત દસ

17 કલાક પહેલા

દુનિયાના દુર્લભ જીવો પૈકી એક વેક્વિટા પોરપોઇઝ માછલીને વિલુપ્ત જીવોની યાદીમાં સામેલ કરવામાં આવી છે. વિશ્વમાં વેક્વિટા પોરપોઇઝની સંખ્યા માત્ર દસ છે. આ સમુદ્રી જીવ પૃથ્વી પરનું સૌથી દુર્લભ દરિયાઈ સસ્તન પ્રાણી છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના દ્વારા કરવામાં આવેલા નવા અભ્યાસ અનુસાર, વેક્વિટા પોરપોઇઝને હજુ પણ લુપ્ત થવાથી બચાવી શકાય છે.

વેક્વિટા પોરપોઇઝ શું છે ?
વેક્વિટા એક દરિયાઈ સસ્તન પ્રાણી છે જે વિલુપ્ત થવાની આરે છે. મેક્સિકોના કેલિફોર્નિયાના અખાતમાં ગ્રે અને સિલ્વર રંગના આ જીવો જોવા મળે છે. વેક્વિટાની લંબાઈ મહત્તમ 5 ફૂટ અને વજન 54 કિલો સુધી હોય છે. શિકારીઓની જાળમાં ફસાવાને કારણે તેમની સંખ્યા સતત ઘટી રહી છે.

વેક્વિટાની વસ્તી ઘટવાનું શું કારણ ?
વેક્વિટા વિલુપ્ત થવાના આરે છે તેની પાછળ 2 કારણો છે. જેમાં પહેલુ કારણે એ છે કે, શિકારીઓના જાળમાં ફસાઈ જવું અને બીજુ કારણ એ છે કે, તોતોઆબા માછલીની વિલુપ્ત થયેલી જાતિ.વેક્વિટા માટે ખોરાકનો મુખ્ય સ્ત્રોત તોતોઆબા માછલી છે. શિકારીઓની જાળમાં ફસાવાને કારણે તોતોઆબા વસ્તી પણ વિલુપ્ત થવાના આરે છે. હાલ તો વેક્વિટા દુર્લભ માછલીની શ્રેણીમાં આવે છે.

વેક્વિટાને હજુ પણ બચાવી શકાય
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધક જેકલીન રોબિન્સને કહ્યું હતું કે, વેક્વિટા માછલીને હજુ પણ લુપ્ત થવાથી બચાવી શકાય છે. આ માટે આપણે વેક્વિટાના રહેવાની જગ્યામાંથી જાળને હટાવી દઈએ તો જીવનદાન મળી શકે છે. રોબિન્સનના જણાવ્યા અનુસાર, વેક્વિટાની ઓછી સંખ્યાને જોતા વિલુપ્ત થઈ રહેલા જીવોની યાદીમાં સામેલ કરવું એ એક મોટી ભૂલ છે. જો આપણે ઈચ્છીએ તો આ જીવને હજુ પણ બચાવી શકીએ છીએ.

સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચ અનુસાર, વેક્વિટાની પ્રજાતિ હજુ જેનેટિકલી કમજોર નથી થઇ, વૈજ્ઞાનિકોનું માનીએ તો, આવનારા 50 વર્ષમાં તેની વસ્તી વધારી શકીએ છીએ. માણસોએ આ માછલીને જીવવાંની એક તક આપવી પડશે.

DNA પર સંશોધન કરીને વસ્તીનો અંદાજ લગાવ્યો
વૈજ્ઞાનિકોએ 1985 અને 2017 વચ્ચે પકડાયેલા વેક્વિટાના DNA પર સંશોધન કર્યું હતું. વેક્વિટાના DNA આજે ​​પણ જીવતી માછલી સાથે મળતા આવે છે. આ પછી કોમ્પ્યુટર મોડેલની મદદથી અંદાજ લગાવવામાં આવ્યો કે સારું વાતાવરણ મળ્યા પછી વેક્વિટાની કેટલા વર્ષો પછી વસ્તી વધી શકે છે.

પ્રજાતિને બચાવવામાં આવી શકે અવરોધ
સંશોધકના જણાવ્યા અનુસાર, આ જીવની પ્રજાતિ ઘણા સમયથી દુર્લભ હોય જેના કારણે DNAમાં જેનેટિક બદલાવ ઘણા ઓછા થઇ ગયા છે. રૉબિનસન કહે છે કે, આ પ્રજાતિને બચાવવી સહેલી નથી. પ્રજાતિ ના બચાવવાનું કારણ સ્થાનિક લોકો અને પર્યાવરણવાદીઓ વચ્ચેનો વિવાદ છે. આ સાથે જ મેક્સિકન સરકારને પણ રાજદ્વારી સમસ્યાઓનો સામનો કરવો પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કેલિફોર્નિયા દેશમાં માછલીની જાળ પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ સ્થાનિક માછીમારોએ આ નિર્ણયનો સખત વિરોધ કર્યો હતો.

શુક્રવાર, 26 નવેમ્બર, 2021

નાસા આજે ધરતીને બચાવવા માટે પોતાનું પ્રથમ ‘ડાર્ટ મિશન’ લોન્ચ કરી શકે છે. ભારતીય સમયાનુસાર બપોરે 11.50 વાગ્યે સ્પેસક્રાફ્ટનો લોન્ચ વિન્ડો ઓપન થશે, એટલે કે એ પછી હવામાન અને બાકીની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને મિશન લોન્ચ કરવામાં આવી શકે છે. આ મિશનમાં નાસા સ્પેસક્રાફ્ટને ઉલ્કાપિંડ સાથે ટકરાઈને એની ગતિ અને દિશામાં પરિવર્તન કરશે. એનાથી એ જાણી શકાશે કે કોઈ ઉલ્કાપિંડની ગતિ અને દિશાને કેટલી બદલી શકાય છે, જેનાથી એ ધરતી સાથે ન ટકરાય. સમજીએ છીએ... નાસાનું આ મિશન શું છે? કામ કેવી રીતે કરશે? જે ઉલ્કાપિંડ સાથે ટકરાશે એ શું છે? મિશનની સમગ્ર ટાઇમલાઇન શું છે? અને એનાથી તમારો જીવ કેવી રીતે બચી શકે છે?... સૌપ્રથમ નાસાનું મિશન સમજીએ નાસાએ આ મિશનને DART (ડબલ એસ્ટ્રોઈડ રિડાયરેક્શન ટેસ્ટ) નામ આપ્યું છે. મિશનમાં નાસા એ જાણવાની કોશિશ કરશે કે અંતરિક્ષમાંથી પૃથ્વી તરફ આવી રહેલા ઉલ્કાપિંડને ધરતી સાથે ટકરાવાથી કઈ રીતે રોકી શકાય છે. મિશન અંતર્ગત નાસાએ એક સ્પેસક્રાફ્ટ બનાવ્યું છે. આ સ્પેસક્રાફ્ટ ડિમોર્ફસ નામના એક ઉલ્કાપિંડ સાથે ટકરાશે. એ પછી જાણવામાં આવશે કે ટકરાવાને કારણે ડિમોર્ફસની ગતિ અને દિશામાં શું ફેરફાર થયો છે. આ આધારે એ ગણતરી કરવામાં આવશે કે કોઈપણ ઉલ્કાપિંડની દિશા અને ગતિને કેટલી બદલી શકાય છે. મિશનનો ખર્ચ લગભગ 2 હજાર કરોડ રૂપિયા છે. સ્પેસક્રાફ્ટ જે ઉલ્કાપિંડ સાથે ટકરાશે એના વિશે પણ જાણી લો સ્પેસક્રાફ્ટ ડીડીમોસ નામના એક ઉલ્કાપિંડ સાથે ટકરાશે. ડીડીમોસ બે હિસ્સાવાળો એક ઉલ્કાપિંડ છે, જેની સૌપ્રથમ ભાળ 1996માં મેળવવામાં આવી હતી. આ ઉલ્કાપિંડનો મોટો હિસ્સો લગભગ 780 મીટરમાં ફેલાયેલો છે, જેનું નામ ડીડીમોસ છે, જ્યારે નાનો હિસ્સો લગભગ 160 મીટરમાં ફેલાયેલો છે, જેને ડિમોર્ફસ કહેવામાં આવે છે. હાલ નાનો હિસ્સો (ડિમોર્ફસ) મોટા હિસ્સા (ડીડીમોસ)ની પરિક્રમા કરી રહ્યો છે. જોકે ડીડીમોસ ધરતી સાથે ક્યારેય નહીં ટકરાય, એ કારણથી એનાથી આપણને કોઈ જોખમ નથી. આ જ કારણ છે કે નાસાએ પોતાના મિશન માટે એની પસંદગી કરી છે, જેથી ભવિષ્યમાં જો કોઈ એવો ઉલ્કાપિંડ ધરતી તરફ આવ્યો એને કેવી રીતે દૂર રાખી શકાય. આ સાથે જ મિશન માટે ડીડીમોસને પસંદ કરવાનું એક કારણ એ પણ છે કે 2003માં આ ધરતીની નજીકથી પસાર થયો હતો. 2022માં આ ફરી ધરતી નજીકથી પસાર થશે. સમગ્ર મિશન કામ કેવી રીતે કરશે, એ સમજીએ મિશનનો મેઈન હિસ્સો એક ઈમ્પેક્ટર છે. આ ઈમ્પેક્ટર ઉલ્કાપિંડના નાના હિસ્સા સાથે લગભગ 23760 કિમી પ્રતિ કલાકની ઝડપે ટકરાશે. ટક્કરના કારણે ઉલ્કાપિંડના આ હિસ્સાની ઝડપમાં લગભગ 1% ઘટાડો આવશે, જેનાથી તેની ઓર્બિટમાં ફેરફાર થશે. મિશનનો હિસ્સો એક સેકન્ડરી સ્પેસક્રાફ્ટ પણ છે, જેને ઈટાલિયન સ્પેસ એજન્સીએ બનાવ્યું છે. એનું નામ LICIACube છે. આ સેકન્ડરી સ્પેસક્રાફ્ટ ટક્કરથી 2 દિવસ અગાઉ મેઈન સ્પેસક્રાફ્ટથી અલગ થઈ જશે. તેનું કામ ટક્કર દરમિયાન ધરતી પર ફોટોઝ અને બાકી જાણકારી મોકલવાનું રહેશે, જેથી મિશન વિશે અપડેટ મળતા રહે. આ મિશન કેટલું મહત્ત્વનું છે? તમને લાગતું હશે કે ઝડપ અને દિશામાં આટલા નાના ફેરફારથી શું ફરક પડશે, પરંતુ સમજવાની વાત એ છે કે અંતરિક્ષમાં ઉલ્કાપિંડ વર્ષો સુધી આમતેમ ઘૂમતા રહે છે. જો ઝડપ અને દિશામાં થોડો પણ ફેરફાર થઈ રહ્યા છે તો સમયની સાથે આ ફેરફાર મોટો થતો જશે. એક્સપર્ટ્સ કહે છે કે સ્પીડ અને દિશામાં નાના ફેરફારથી જ અથવા તો ઉલ્કાપિંડ ધરતીથી ટકરાશે કે નહીં કે પછી ટકરાશે તોપણ આપણને તૈયાર કરવાનો થોડો સમય મળી શકે છે, જેનાથી નુકસાન ઓછું કરી શકાશે. આ મિશન કેટલું મહત્ત્વનું છે એનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે જો કોઈ 100 મીટરનો ઉલ્કાપિંડ પણ ધરતી સાથે ટકરાય તો આ એક સમગ્ર મહાદ્વીપ પર વિનાશ વેરી શકે છે.

ભારતમાં નવી ફૂગના આગમનથી દહેશત; જાણો આ નવું ફંગલ ઇન્ફેક્શન કેટલું ઘાતક છે, શું છે લક્ષણો અને નિવારણ

ઘાતક ફૂગ ભારતમાં પ્રવેશી છે. દિલ્હી AIIMSમાં ફૂગના નવા સ્ટ્રેનથી બે દર્દીઓના મૃત્યુ પછી, ડૉક્ટરોના કપાળ પર ચિંતાની રેખાઓ ઉભરી આવી છે. એઈમ્સના ડોકટરોએ પુષ્ટિ કરી કે આ બંને દર્દીઓને એસ્પરગિલસ લેન્ટુલસ નામનું ફંગલ ઈન્ફેક્શન હતું. આ ચેપને કારણે ભારતમાં મૃત્યુનો આ પહેલો કેસ છે.

સમજો, આ નવો ફંગલ ઇન્ફેક્શન શું છે? તે કેટલું જોખમી છે? તેનાથી પીડિત દર્દીઓમાં કયા પ્રકારના લક્ષણો જોવા મળે છે? આને રોકવાના ઉપાયો શું છે? અને શા માટે તેની સારવાર કરવી મુશ્કેલ છે? સમગ્ર મામલાને વધુ સારી રીતે સમજવા માટે અમે ગ્લોબલ હેલ્થ કેર હોસ્પિટલ, મુંબઈના ડૉ. વસંત સાથે વાત કરી છે.

ફંગલ ઇન્ફેક્શન શું છે?
સાદી ભાષામાં ફૂગથી થતા ચેપને ફંગલ ઇન્ફેક્શન કહે છે. વાસ્તવમાં, ફૂગ એ સૂક્ષ્મજીવ છે જે તમારા ઘરમાં, બહાર અને વાતાવરણમાં દરેક જગ્યાએ હાજર હોય છે. બાળકો, યુવાનો, પુરૂષો, સ્ત્રીઓ, કોઈપણ વ્યક્તિને ફંગલ ઈન્ફેક્શન થઈ શકે છે. તે વ્યક્તિથી વ્યક્તિમાં પણ ફેલાય છે. અત્યાર સુધીમાં, ફૂગની લગભગ 700 પ્રજાતિઓની ભાળ મળી છે.

ભારતમાં આગમન કરનાર ફંગસનો નવો સ્ટ્રેન એસ્પરગિલસ લેન્ટુલસ શું છે?

  • એસ્પરગિલસ લેન્ટુલસ એ ફૂગની નવી પ્રજાતિ છે. જો કે ઘણી એસ્પરગિલસ ફૂગ પહેલેથી અસ્તિત્વમાં છે, એસ્પરગિલસ લેન્ટુલસ સૌથી ખતરનાક છે કારણ કે તેના પર દવાઓની અસર થતી નથી.
  • ડબ્લ્યુએચઓ અનુસાર, વિશ્વભરમાં ફૂગની 10 લાખથી વધુ પ્રજાતિઓ જોવા મળે છે, પરંતુ એક દાયકા પહેલા સુધી, આમાંથી માત્ર 300 ફૂગ રોગનું કારણ બને છે. જોકે, હવે આવી ફૂગની સંખ્યા વધીને 700 થઈ ગઈ છે. AIIMSમાં જોવા મળેલો એસ્પરગિલસ લેન્ટુલસનો ઉપદ્રવ પણ આવી જ ફૂગની એક પ્રજાતિ છે.
  • એસ્પરગિલસ લેન્ટુલસનો કિસ્સો ભારતમાં ભલે તાજેતરમાં નોંધાયો હોય, પરંતુ તબીબી જગતને તેની જાણ સૌપ્રથમવાર 2005માં થઈ હતી. ત્યારથી, વિશ્વના ઘણા દેશોમાં માનવોમાં આ ખતરનાક ફૂગના ચેપના કેસ નોંધાયા છે.

એસ્પરગિલસ લેન્ટુલસ કેટલું જોખમી છે?
સૌથી મોટી સમસ્યા એ છે કે એસ્પરગિલસ લેન્ટુલસનું વહેલું નિદાન થતું નથી, જેના કારણે દર્દીની સ્થિતિ સતત બગડતી જાય છે. ઉપરાંત, તે વધુ ઘાતક છે. કારણ કે ફૂગ વિરોધી દવાઓ તેના પર અસર કરતી નથી.

એસ્પરગિલસ ખાસ કરીને ફેફસાંને ચેપ લગાડે છે અને ઝડપથી સમગ્ર ફેફસાંમાં ફેલાય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને મલ્ટિપલ ઓર્ગન નિષ્ક્રિય થવાના કારણે મૃત્યુ થાય છે.

AIIMSમાં, આ ફંગલ ઈન્થીફેક્શનથી મૃત્યુ પામેલા બે દર્દીઓને એમ્ફોટેરિસિન બી અને લિપોસોમલ જેવી એન્ટિફંગલ દવાઓ આપવામાં આવી હતી, પરંતુ બંને દર્દીઓ થોડા દિવસોમાં મલ્ટિ-ઓર્ગન ફેલ્યોરથી મૃત્યુ પામ્યા હતા.

આ ચેપથી પીડિત દર્દીઓમાં કયા લક્ષણો જોવા મળે છે?

  • એસ્પરગિલસના દર્દીઓમાં શરૂઆતમાં ઉધરસ, તાવ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે.
  • ઉપરાંત, ચેપ ફેફસાં અને શરીરના અન્ય ભાગોમાં એલર્જી અથવા ચેપનું કારણ બની શકે છે.
  • એસ્પરગિલસ ફૂગના ચેપની શરૂઆતમાં, ત્વચા પર ફોલ્લીઓ, તાવ, માથાનો દુખાવો અથવા થાક જેવા લક્ષણો પણ જોઈ શકાય છે.

તમે તમારી જાતને આ ચેપથી કેવી રીતે બચાવી શકો?

  • ડૉક્ટરની સલાહ પર જ એન્ટિબાયોટિક્સ અને સ્ટેરોઇડ્સનો ઉપયોગ કરો. અજાણતાં એન્ટિબાયોટિક્સ અને સ્ટેરોઇડ્સનો ઉપયોગ ફૂગના ચેપનું જોખમ વધારે છે.
  • ડાયાબિટીસ, કિડની, લીવર, ફેફસાના રોગથી પીડિત લોકો અથવા કેન્સરને કારણે કીમો કરાવતા લોકોમાં પણ ફંગલ ચેપનું જોખમ વધારે છે.
  • ધૂળવાળી જગ્યાઓ, જેમ કે બાંધકામ સાઇટ્સથી દૂર રહેવાનો પ્રયાસ કરો. માસ્કનો પણ ઉપયોગ કરો.
  • એસ્પરગિલસના ઉપદ્રવને ટાળવા માટે માટી, ખાતર વગેરે સાથે કામ કરતી વખતે મોજાનો ઉપયોગ કરો.
  • ફૂગના ચેપનું જોખમ ઓછું કરવા માટે બાગકામ અથવા આવા કોઈપણ કાર્ય પહેલાં સંપૂર્ણ પેન્ટ, સંપૂર્ણ શર્ટ અને શૂઝ પહેરો.

એસ્પરગિલસ ઈન્ફેક્શન કેવી રીતે થાય છે?

એસ્પરગિલસ ફંગલ ચેપ સામાન્ય રીતે દુર્લભ હોય છે, માત્ર એવા લોકોમાં કે જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય અથવા જેમને કોઈ પણ પ્રકારનું ટ્રાન્સપ્લાન્ટ થયું હોય, અથવા એસ્પરગિલસ સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે ફેફસાના રોગ ધરાવતા લોકોમાં જન્મ લેવાનું જોખમ ઊંચું હોય છે.

ફૂગના ચેપની સારવાર કરવી કેમ મુશ્કેલ છે?

  • દેશમાં ફૂગના ચેપનું પરીક્ષણ અને સારવાર કરતી હોસ્પિટલોની સંખ્યા ઓછી છે, તેથી સમયસર સારવાર મેળવવી મુશ્કેલ છે.
  • ફૂગ વિરોધી દવાઓની મર્યાદિત સંખ્યા પણ તેના દર્દીઓની સારવાર કરવી મુશ્કેલ બનાવે છે. આ દવાઓ એસ્પરગિલસ લેન્ટુલસ જેવા ફંગલ ચેપ પર કોઈ અસર કરતી નથી.
  • ફૂગ વિરોધી દવાઓ માત્ર સંખ્યામાં મર્યાદિત નથી પરંતુ તે ખૂબ જ મોંઘી પણ છે, જેના કારણે ફૂગના ચેપથી પીડિત ગરીબો માટે સારવાર મેળવવી મુશ્કેલ છે.

  •  

    ગુરુવાર, 25 નવેમ્બર, 2021

    दोस्तों शरीर को स्वस्थ रखने के उद्देश्य से मानव तरह तरह के व्यायाम करता रहता है, जिससे उसका शरीर स्वस्थ होता है, और शरीर से बीमारियों का नाश भी, वैसे ही मानसिक रूप से स्वस्थ रहने के उद्देश्य से ध्यान करना चाहिए। मनुष्य ध्यान करने के लिए भी भिन्न भिन्न पद्धति अपनाता रहता है, उन्ही में से एक है, विपस्सना ध्यान (Vipassana meditation)

    इसको करके हम जहाँ मानसिक रूप से स्वस्थ हो सकते है, वहीँ अपने ऊपर नियंत्रण भी रखना सीखते है। आज हम समझेंगे की कैसे इसको समझ कर इसका उपयोग किया जा सकता है और मानसिक रूप से स्वस्थ हुआ जा सकता है तो शुरू करते है, विपस्सना ध्यान को समझकर उपयोग करने की। 

    विपस्सना ध्यान क्या है? What is Vipassana meditation in Hindi?

    इसके उपयोग को समझने से पहले हम समझेंगे की – विपस्सना ध्यान होता क्या है? असल में विपासना ध्यान, मन को स्वस्थ, शांत और निर्मल करने की वैज्ञानिक विधि होती है। यह आत्मनिरीक्षण की एक प्रभावकारी विधि है। इससे आत्मशुद्धि की जाती है। दूसरे शब्दों में इसे मन का व्यायाम कहा जा सकता है। 

    जिस तरह शारीरिक व्यायाम करने से शरीर को स्वस्थ और मज़बूती प्रदान की जाती है, वैसे ही विपस्सना ध्यान से मन को स्वस्थ बनाया जा सकता है। हर परिस्थिथियो का सामना करने के उद्देश्य से इस ध्यान का उपयोग किया जाता है और इसके निरंतर अभ्यास से मन हर स्थिति में संतुलित रहता है।

    असल में विपस्सना शब्द पाली भाषा के शब्द ‘पस्सना’ से बना है, जिसका अर्थ है “देखना” (जो चीज जैसी है, उसे उसके सही रूप में देखना)

    यह तकनीक हजारों साल पहले की तकनीक है, इसका उद्धव लगभग 2600 साल पहले महात्मा बुद्ध द्वारा किया गया। बीच में यह विद्या लुप्त हो गई थी। दिवंगत सत्य नारायण गोयनका सन 1969 में इसे म्यांमार से भारत लेकर आए।

    चलती हुई श्वास को; जैसी चल रही है बस बैठकर उसे देखते रहना है ही विपस्सना ध्यान कहलाता है। इसको हम उदाहरणों की मदद से समझने का प्रयास करेंगे, जैसे राह के किनारे बैठकर कोई राह चलते यात्रियों को देखता है, वह क्या कर रहा है और कहाँ जा रहा है, उसकी सारी गतिविधिओ को देखता है। नदी-तट पर बैठ कर नदी की बहती धार को देखता है उसमे उपस्थित मछलियों को देखता है। 

    राह से निकलती हुई कारें, बसें आदि को देखता है, कहने का तात्पर्य है जो भी है, जैसा है, उसको वैसा ही देखते रहना ही विपस्सना ध्यान है। जरा भी उसे बदलने की कोशिश नही करना चाहिए। बस शांत बैठ कर श्वास को देखते रहना और देखते-देखते ही श्वास और शांत हो जाती है। क्योंकि देखने में ही शांति है। इसी को विपस्सना ध्यान कहा जाता है।

     

    રાજ્યમાં વન્યજીવોનાં અંગોને લગતી ગુનાખોરી વધી રહી છે, એમાં નોળિયાને મારીને તેની પૂંછમાંથી પેઈન્ટ બ્રશ બનાવીને વેચવાના રાજ્યના અત્યારસુધીના સૌથી મોટા ધંધાનો પર્દાફાશ થયો છે. એમાં સરસપુરમાં બી.આર. બ્રશ ઈન્ડસ્ટ્રીઝના નામે પેઈન્ટ બ્રશનો ધંધો કરતા શખસને રંગેહાથ પકડવામાં આવ્યો છે. વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યૂરોના વેસ્ટ રીજનલ ડેપ્યુટી ડિરેક્ટર યોગેશ વારખડને માહિતી મળી હતી કે કેટલાક શખસો ગુજરાતના અમદાવાદમાં નોળિયાની પૂંછડીમાંથી બનેલા બ્રશ વેચે છે. આરોપી પ્રતીક શાહ. આરોપી પ્રતીક શાહ. નોળિયો શિડ્યૂલ-2 અંતર્ગતનું વન્યજીવ હોવાથી તેને કેદ તેમજ તેનાં અંગોનું વેચાણ પ્રતિબંધિત છે. તેમને માહિતી મળતાં અમદાવાદ સિટી રેન્જના વન્ય અધિકારી સાથે ચર્ચા કર્યા બાદ વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યૂરો અને રાજ્યના વન વિભાગે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. તપાસમાં સરસપુરમાં બી.આર. બ્રશ ઈન્ડસ્ટ્રીઝના માલિક પ્રતીક શાહ સુધી ટીમ પહોંચી હતી અને ડમી ગ્રાહક બનીને નોળિયાના બ્રશ માગ્યા હતા. પ્રતીક શાહે તેમને અલગ અલગ રેન્જના બ્રશ બતાવ્યા હતા, જેમાં 100 મિમી સુધીની સાઈઝ હતી અને એ માટે 300થી 600 રૂપિયાના ડઝનનો હોલસેલ ભાવ આપ્યો હતો. માલ વેચતાં જ તેને રંગેહાથ ઝડપી લેવાયો હતો અને તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી. નોળિયો

    લાસવેગાસમાં કીર્તિદાન ગઢવીનો 33મો અને છેલ્લો લોકડાયરો યોજાયો હતો. જેમાં ગુજરાતીઓ મન મૂકીને ડોલરનો વરસાદ કર્યો હતો. કીર્તિદાન છેલ્લા દોઢ મહિનાથી અમેરિકાના પ્રવાસે છે. અમેરિકાના અલગ અલગ શહેરોમાં વસતા ગુજરાતીઓએ કીર્તિદાનના લોકડાયરાનું આયોજન કર્યું હતું. છેલ્લા શોમાં ગુજરાતીઓને એવું ઘેલુ લાગ્યું કે મહિલાઓ પણ સ્ટેજ પર ચડીને કીર્તિદાન ગઢવી પર ડોલરનો વરસાદ કરતી નજરે પડી હતી. આ લોકડાયરા દરમિયાન એક મહિલાએ ડોલરની થપ્પી ઉડાડી કીર્તિદાનના ઓવારણા લીધા હતા.

    મહિલાએ ડોલરની થપ્પી ઉડાડી કીર્તિદાનના ઓવારણા લીધા.
    મહિલાએ ડોલરની થપ્પી ઉડાડી કીર્તિદાનના ઓવારણા લીધા.

     

    શુક્રવાર, 25 ઑક્ટોબર, 2019

    *આ 👇એક સત્ય હકીકત છે*

    કર્ણના અગ્નિસંસ્કાર થયેલા કુંવારી જમીનમાં, 

    આ જમીન ગુજરાતમાં જ છે,

     હજુ પણ આ જગ્યાએ જ સૌથી વધુ દાનવીર પેદા થાય છે.

    મિત્રો તમે મહારાણી કુંતીના સૌથી મોટા પુત્ર કર્ણની જીવનગાથા વિશે તો ઘણું સાંભળ્યું હશે. 

    પરંતુ શું તમે તેના મૃત્યુ વિશે જાણો છો ? 

    તો આજે અમે તેના મૃત્યુ અને તેને સંબંધિત રહસ્યો વિશે જણાવશું.

     જેનાથી લગભગ તમે અજાણ હશો.

    જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતુંં 
    ત્યારે કર્ણના રથનું પૈડું જમીનમાં ફસાઈ ગયું હતુંં. 

    ત્યારે કર્ણએ અર્જુનને જણાવ્યું કે અર્જુન જ્યાં સુધી હું મારા રથનું પૈડું જમીનમાંથી બહાર ન કાઢી લઉ 
    ત્યાં સુધી તું મારા પર વાર નહિ કરે. 
    આ સાંભળી અર્જુન અટકી ગયો.

     ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે 
    અર્જુન તું કેમ અટકી ગયો બાણ ચલાવ.

    અર્જુને શ્રી કૃષ્ણને જણાવ્યું કે તે યુદ્ધના નિયમથી વિરુદ્ધ છે. 

    ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને યાદ અપાવ્યું કે 
    જ્યારે અભિમન્યુ એકલો જ બધા યોદ્ધાઓ સાથે લડી રહ્યો હતો 
    ત્યારે યુદ્ધના નિયમનો ખ્યાલ રાખ્યો હતો ? 

    ત્યારે શું પિતામહે યુદ્ધના કોઈ નિયમ બનાવ્યા ન હતા ? 
    અને 
    એટલું જ નહિ ભરી સભામાં દ્રૌપદીને વેશ્યા કહેવામાં આવી હતી ત્યારે….

    આ સાંભળી અર્જુનને ગુસ્સો આવ્યો અને કર્ણ પર બાણ ચલાવી દીધું. 

    મિત્રો તમને જણાવી દઈએ કે અર્જુન દ્વારા ચલાવાયેલું બાણ કોઈ સાધારણ બાણ ન હતું કે જેનાથી કર્ણ બચી શકે. 

    તે પાશુપસ્ત્ર હતું. 
    જે ભગવાન શિવજીના વરદાનથી અર્જુનને મળ્યું હતું. 

    જ્યારે પાંડવો ૧૪ વર્ષના વનવાસ માટે ગયા 
    ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પાંચેય પાંડવને અલગ અલગ તપસ્યા કરવા માટે મોકલી દીધા હતા.

     તેમાં અર્જુને ભગવાન શિવજીની તપસ્યા કરી હતી 
    અને 
    ભગવાન શિવજીએ તેને પાશુપસ્ત્ર વરદાન સ્વરૂપે આપ્યું હતું.

    અર્જુનના વાર બાદ તડપી તડપીને કર્ણ પોતાના મૃત્યુની રાહ જોઈ રહ્યો હતો 

    ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કર્ણની પરીક્ષા લેવાનું વિચાર્યું 
    અને 
    બ્રાહ્મણ રૂપ ધારણ કરીને કૃષ્ણ ભગવાન કર્ણ પાસે આવ્યા 
    અને 
    કહ્યું કે હે કર્ણ મારી પુત્રીના લગ્ન છે 
    અને 
    મારી પાસે તેને દાનમાં આપવા માટે સોનું નથી તો મને સોનાનું દાન આપ.

    ત્યારે કર્ણએ જણાવ્યું કે હવે મારી પાસે કંઈ નથી 
    હું તમને શું દાન કરી શકું શા માટે તમે મારી પરીક્ષા લઇ રહ્યો છો.

     ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હજુ પણ તારી પાસે તારો સોનાનો દાંત છે
     દાન આપવા માટે. 
    ત્યારે કર્ણએ જણાવ્યું કે પથ્થર મારીને મારો દાંત કાઢી લો. 
    ત્યારે બ્રાહ્મણે જણાવ્યું કે દાન આપવાનું હોય મારાથી પથ્થર મારીને ન લેવાય તારે આપવો પડશે દાંત. 
    ત્યારે કર્ણએ પોતાના હાથે દાંત પર પથ્થર મારીને દાંત કાઢી બ્રાહ્મણને આપ્યો.

    ત્યારે બ્રાહ્મણે કહ્યું કે દાંતને પવિત્ર કરીને આપ 
    ત્યારે કર્ણને પોતાનું બાણ જમીન પર ચલાવ્યું તો 
    ત્યાંથી ગંગા નદીની જળ ધારા થઇ 
    અને 
    દાંત પવિત્ર થઇ ગયો. 

    ત્યાર બાદ કર્ણ સમજી ગયો કે આ બ્રાહ્મણ કોઈ દેવતા છે અથવા તો ખુદ પરમાત્મા છે. 

    માટે તેણે બ્રાહ્મણને કહ્યું કે 
    તમે જે હોય તે મને તમારું અસલી રૂપ દેખાડો.

    ત્યાર બાદ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના અસલી રૂપમાં આવ્યા
    અને 
    કર્ણને જણાવ્યું કે તું ખરેખર મહાન દાનવીર છે 
    તારા જેટલું દાની જગતમાં બીજું કોઈ નથી, 
    માટે હું તારા આ કર્મથી પ્રસન્ન છું,

     તું જે માંગીશ તે આપીશ માટે કોઈ વરદાન માંગ. 

    ત્યારે કર્ણએ કહ્યું, કે 
    આમ તો મેં ક્યારેય કોઈ પાસે માગ્યું નથી

     પરંતુ આજે એક વરદાન માંગુ છું

     કે મને જન્મ એક કુંવારી માતાએ આપ્યો છે 
    માટે મારા અંતિમ સંસ્કાર પણ એક કુંવારી જમીન પર થાય તેવું ઈચ્છું છું.

    ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની અંત:દ્રષ્ટિથી કુંવારી જમીન શોધી તો 
    તાપી નદીના કિનારે અશ્વિની કુમારના મંદિર પાસેની જમીન કુંવારી હતી. 

    ત્યાર બાદ ભગવાન શ્રી કૃષ્ણ અને પાંચેય પાંડવોએ કર્ણના અંતિમ સંસ્કાર ત્યાં કર્યા.

     ત્યારે પાંડવોએ પૂછ્યું કે આ કુંવારી જમીન જ છે 
    એવું કંઈ રીતે સાબિત થાય.

     ત્યારે કર્ણ પ્રગટ થયો 
    અને 
    જણાવ્યું કે તાપી મારી બહેન છે,
     અશ્વિની કુમાર મારા ભાઈઓ છે
     અને 
    હું સૂર્ય પુત્ર છું 
    અને 
    મારો અગ્નિદાહ એક કુંવારી જમીનમાં જ થયો છે..

    ત્યારે પાંડવોએ જણાવ્યું કે 
    હે પ્રભુ અમને તો ખબર પડી ગઈ કે 
    આ એક કુંવારી જમીન છે. 

    પરંતુ આવનારી પેઢીને કંઈ રીતે ખબર પડશે કે 

    કુંવારી જમીન પર જ દાનવીર કર્ણના અંતિમ સંસ્કાર થયા હતા.

     ત્યારે ભગવાને વિચાર્યું અને કહ્યું કે આ જ જમીન પર એક વટ વૃક્ષ ઉગશે 
    અને 
    તેમાં ત્રણ પાંદડા આવશે જે
     બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતિક હશે
     અને 
    આગળ જણાવ્યું કે જે કોઈ પણ અહીં સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરશે. 
    તેની મનોકામના અહીં અવશ્ય પૂર્ણ થશે. 

    મિત્રો આ વટ વૃક્ષ આજે પણ છે.
    અને 
    આજે પણ તેમાં માત્ર ત્રણ જ પાંદડા છે.
     જે એ વાતની સાબિતી આપે છે કે
     દાનવીર કર્ણના અગ્નિ સંસ્કાર ત્યાં જ કરવામાં આવ્યા હતા.

    મિત્રો સૌથી મજેદાર વાત તો એ છે કે 
    આ વટ વૃક્ષ આપણા ગુજરાતમાં જ છે. 

    સુરત શહેરમાં તાપી નદીના કિનારે આવેલ 
    અશ્વિની કુમાર મંદિર પાસે આ ત્રણ પાંદડા વાળું વટ વૃક્ષ આવેલું છે. 

    અને 
    કદાચ એટલા માટે જ આજે સુરત શહેરની દુનિયાભરમાં બોલબાલા છે. 

    ત્યાં જઈને કોઈ પણ પોતાની લાઈફ સેટ કરી લે છે. 

    કેમ કે સુરત પર આંજે પણ ભગવાન શ્રી કૃષ્ણ અને સૂર્યદેવના આશીર્વાદ છે. 

    જીવનમાં એક વાર અવશ્ય તે તીર્થ સ્થળની યાત્રાએ અચૂક જજો.

         🙏🏻🙏🏻  *જય શ્રી કૃષ્ણ*  🙏🏻🙏🏻