મંગળવાર, 9 જુલાઈ, 2019

પ્રજ્ઞા વાર્તા

પ્રજ્ઞા વાર્તા.

ઉડણ ચકલી.

        એક હતી ચકી,ને એક હતો ચકો. ચકી ઘર સંસાર સાચવે. ને ચકો નોકરી  કરવા જાય.સાંજ પડે ને ચકો આવે. ચકી ચકા ને જમવા બેસાડે ને ખીચડી પીરસે. દરરોજ  ખીચડી ખાઈને ચકો  કંટાળ્યો. એક દિવસ ચકો કહે " ચકી બાઈ આપડે બાપ દાદાના વખત થી  ખીચડી ખાઈએ છીએ. કંઈક તો હવે નવું બનાવો. ચકી વિચારે શુ બનાવું?  ચકા ને મંચુરિયન ખાવાનું મન હતું. તેને ચકી ને કહ્યું,"ચકી બાઈ ગરમાગરમ મંચુરિયન  બનાવો. ચકી બાઈ તો ઉપડ્યા લારીએ. ઊઁચી ડાળે બેસીને જોયું કે મન્ચુરિયન કેવીરીતે  બને અને શું શું જોઈએ. ઘરે આવી ચકીએ  સમાન નુ લિસ્ટ આપ્યું ચકાને. ચકો બજારમાંથી સામાન  લાવ્યો. ચકીબેને કોબીના પકોડા તૈયાર કર્યા. ગ્રેવી બનાવીને સરસ મજાના મન્ચુરિયન કડાઈ માં તૈયાર કર્યાં.
   ચકી કડાઈને  ગેસ પર મૂકી લોટ દળાવા ઘંટીએ ગયા. ચકો બેઠોબેઠો ટી. વી. માં મેચ જુએ. ચકાને ભૂખ લાગી હતી. પેટમાં બિલાડા બોલે. થોડી વાર રાહ જોઈ  પણ ચકીબેન  દેખાણા  નહિ. ચકાના મોઢામાં  પાણી વળ્યું. ચકો તો લાગ્યો મંચુરિયન ઝાપટવા. કડાઈ માં બે પકોડા રાખ્યા. બાકી નાં બધાજ પકોડા ચકો ઝાપટી ગયો.
    થોડી વાર થઇ ત્યાં ચકી બેન દરણુ લઈને આવ્યા. ચકી જુએ તો કડાઈ માં બેજ પકોડા હતાં. ચકી બેન ચકા ને કહે અલા ચકા આટલું  તેં કાંઈ ખવાતું હોય?  થોડી વાર થઇ ને ચકાનું પેટ મંચુરિયન ની જેમ ફુલ્યું. ચકો  ચિચિયારી પાડવા લાગ્યો. ચકા નાં ડોળા મોટા થવા લાગ્યા. પેટ માં એટલું દુઃખે કે રેવાય નઈ. ચકીબેન વૈદ ને તેડી લાવ્યા. વૈદે  કહ્યુકે ચકાનાં પેટ માં ગેસ થયો છે. ચકાને  દવાના પડીકાં  આપ્યાં. 3 દિવસ નકોરડો ઉપવાસ કરવાનું કહ્યું. સુંઠ, સંચર ને અજમા  ની ફાકી લેવાની સલાહ આપી. ત્રણ  દિવસ પછી  ચકો  સારો થઇ ગયો .
    હવે ચકો  ચકીબેનને  કહે "આપડા બાપદાદા  ની ખીચડી  સારી ". ચકા અને ચકીએ  મંચુરિયન નહિ ખાવાનો  નિર્ણય  કર્યો. ખાધુંપીધું ને મોજ કરી.

આ વાર્તા નો બોધ -
સાદો ખોરાક તંદુરસ્તી સાચવે છે.
અતિશય ખાવાથી માંદા પડાય છે,

લેખક -મીનપટેલ. બીલીમોરા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો